આ સરળ રીતે વોટ્સેપ ઉપર મેળવો વેક્સિનેશન સર્ટિફિકેટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

202
Easily Get The Vaccination Certificate on WhatsApp-suratheadlines

વેબ ડેસ્ક
વેક્સિનેશન સર્ટિફિકેટ એક માન્યતા છે જે ચોક્કસપણે જરૂરી છે. જો કે હવે નહીં પરંતુ ભવિષ્યમાં લોકોને તેની ખુબ જરૂર પડશે. તેથી, તમારું વેક્સિનેશન સર્ટિફિકેટ સાચું છે કે નહિ તે જોવું અને તેનું સાચવવું જરૂરી છે. સામાન્ય રીતે Cowin વેબસાઈટ પરથી વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવામાં આવે છે. પરંતુ અમે તમને એક સૌથી સરળ રીત વિશે વિડીયો દ્વારા તબક્કાવાર રીતે સમજાવી રહ્યા છે. જેના થકી તમે વોટ્સેપ ઉપર માત્ર એક જ મિનિટમાં વેક્સિનેશન સર્ટિફિકેટ મેળવી શકો છે.

  1. MyGov Corona Helpdesk નું નંબર 90131 51515 તમારા મોબાઈલ ફોનમાં સેવ કરો.
  2. MyGov Corona Helpdesk ના નંબરને તમારા વોટ્સેપ ઉપર શોધો.
  3. તમારા રજીસ્ટર્ડ ફોન નંબર(રસીકરણ વખતે જે નંબરથી રજીસ્ટ્રેશન કર્યું હોય) પરથી MyGov Corona Helpdesk ના નંબર ઉપર Download Certificate લખીને મેસેજ કરો.
  4. તમારા રજીસ્ટર્ડ ફોન નંબર ઉપર એક OTP આવશે, જેને MyGov Corona Helpdesk ના નંબર ઉપર વોટ્સેપ કરો.
  5. તમને બે વિકલ્પ મળશે જેમાંથી વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે જે ટાઈપ જણાવાયું હોય તે ટાઈપ કરો. (દા.ત. વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે 1 ટાઈપ કરવા જણાવ્યું હોય તો 1 ટાઈપ કરો.
  6. વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.

વેબ ડેસ્ક
સુરત હેડલાઈન્સ ન્યૂઝ.

Share This: