કોરોના વિરુદ્ધ જંગ : કર્ણાટકના મુખ્યમંત્રીએ એક વર્ષનો પગાર દાનમાં આપ્યો

253

બેંગ્લુરુ
કર્ણાટકના મુખ્યપ્રધાન બી એસ યેદીયુરપ્પાએ બુધવારે જાહેરાત કરી હતી કે, તેઓ મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી કોવિડ-૧૯ સામે ઝઝૂમી રહેલા લોકોની મદદ માટે દાન એક વર્ષનો પગાર દાન કરશે. તેમણે મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, અધિકારીઓ અને નાગરિકોને પણ અપીલ કરી હતી કે, તેઓ રાજ્ય પણ સરકારને કોરોના વાઈરસરૂપી જાખમ સામે લડવામાં મદદરૂપ બને.

આ ઉપરાંત ટ્‌વીટ કરતાં તેમણ કહ્યું હતું કે, “આ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી આપણે બધા જ પસાર થઈ રહ્યા છીએ. મહત્વનું છે કે આપણે આ રોગચાળા સાથે મળીને લડીએ. વ્યક્તિગત રૂપે, હું મારા એક વર્ષનો પગાર ઈંઝ્રસ્ઇહ્લ કોવિડ ૧૯ ને દાન કરું છું. હું તમને બધાને ફાળો આપવા વિનંતી કરું છું. કોરોના સામે લડવામાં સહાય કરો. આભાર…

નોંધનીય છે કે, યેદિયુરપ્પાએ ૨૫ માર્ચે લોકોને કોવિડ-૧૯ના ફેલાવા સામે લડવા માટે અદ્યતન તબીબી સપોર્ટ સિસ્ટમ માટે નાણાં આપીને રાજ્ય સરકારને મદદ કરવા અપીલ કરી હતી.

Share This: