કોરોના વાયરસ સામે લડવા ગૌતમ ગંભીરે ૫૦ લાખના ફંડની જાહેરાત કરી

254

ન્યુ દિલ્હી
જીવલેણ કોરોના વાયરસ સામે આખો દેશ એકતા સાથે લડી રહ્યો છે. લોકોને ચેપથી બચાવવા માટે સરકાર તમામ શક્ય પગલા લઈ રહી છે. ચેપને કારણે ઘણાં રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચેપને કારણે સૌથી વધુ ગરીબોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો સમાજનાં વિવિધ વર્ગની મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપનાં સાંસદ ગૌતમ ગંભીરે પણ કોરોના વાયરસનાં ચેપ સામે લડવા માટે ૫૦ લાખનાં ફંડની જાહેરાત કરી છે.

ગૌતમ ગંભીરે ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, શસ્ત્ર વિના કોઈ યુદ્ધ જીતી શકાતુ નથી! કોરોનાથી સારવાર અને સાધનોમાં કોઈ કમી ન આવે તે માટે હુ ઇચ્છુ છુ કે હોસ્પિટલોને મારા સાંસદ ફંડથી ૫૦ લાખ આપવામા આવે. ઘરની અંદર રહો, કાળજી અને સ્વચ્છતા રાખો અને સરકારને ટેકો આપો. ગૌતમ ગંભીરે આ ભંડોળ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવાની જાહેરાત કરી છે.

Share This: