દેશભરના યુવાઓ માટે TULIP હેઠળ ઈન્ટર્નશીપની સુવર્ણ તક, અહીં કરો અરજી…

AICTE સંલગ્ન અને નોન-એઆઈસીટીઈ કોલેજ સ્નાતકો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાંથી સ્નાતક થયાના ૧૮ મહિનામાં ઈન્ટર્નશીપ માટે કરી શકશે અરજી

71
Golden Opportunity of Internship Under TULIP For Youth, Apply Here...-suratheadlines

સુરત
કેન્દ્ર સરકારના હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય (MoHUA) અને AICTE-ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે શહેરી શિક્ષણ ઈન્ટર્નશીપ પ્રોગ્રામ(TULIP) હેઠળ દેશભરના તમામ અર્બન લોકલ બોડીઝ (યુએલબી) અને સ્માર્ટ સિટીઝના નવા ગ્રેજ્યુએટ્સને ઈન્ટર્નશિપની તકો પૂરી પાડવામાં આવે છે. જેના ભાગરૂપે યુવાઓ AICTE સંલગ્ન અને નોન-AICTE કોલેજ સ્નાતકો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાંથી સ્નાતક થયાના ૧૮ મહિનામાં ઈન્ટર્નશીપ માટે અરજીઓ કરી શકે છે. ભારતીય વિદ્યાર્થીઓ જેમના પરિણામ જાહેર થયા છે અને ઉત્તીર્ણ ટકાવારી હોય તેઓને ડિજિટલ ટ્રાંસ્ક્રિપ્ટ્સ અથવા પ્રોવિઝનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. ડિગ્રી પ્રાપ્ત થયા પછી, ડિજિટલ નકલ પ્લેટફોર્મ પર અપલોડ કરવાની રહેશે અને તે અંગે ઈન્ટર્નિંગ યુએલબી/સ્માર્ટ સિટીના નોડલ અધિકારીને જાણ કરવાની રહેશે.

ઈન્ટર્નશિપની સફળ સમાપ્તિ બાદ યુએલબી/સ્માર્ટ સિટી ટ્યૂલિપ પોર્ટલથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્રો વિદ્યાર્થીઓ તેમના લોગ-ઈનથી મેળવી શકશે. સ્ટાઈપેન્ડ તેમજ અન્ય ભથ્થાને લાગતી બાબત સબંધિત યુ.એલ.બી./સ્માર્ટ સિટીના ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર દ્વારા જાણ કરવામાં આવશે.

યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીઓ TULIP પ્લેટફોર્મ https://internship.aicte-india.org/module_ulb/Dashboard/TulipMain/index.php પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી સમયે ઓળખપત્ર જેવા કે, ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ઈલેકશન કાર્ડ, શૈક્ષણિક લાયકાતના પુરાવા અને વિદ્યાર્થીના શૈક્ષણિક માર્ગદર્શકોની ભલામણનો પત્ર જરૂરી છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: