કોરોનાની સારવાર માટે દવાનો સ્ટોક કરવા સરકારે આપ્યો ૧ કરોડ ટેબ્લેટનો ઓર્ડર

269

ન્યુ દિલ્હી
કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સરકારી આરોગ્ય તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ કરી છે. આવા લોકડાઉનના માહોલમાં દવાની કોઈ પ્રકારની અછત ન સર્જાય એ માટે સરકારે મોટી માત્રમાં દવાનો ઓર્ડર આપ્યો છે. ખાસ કરીને ફેફસામાં ઊભી થતી ગાંઠને દૂર કરવા માટે ડાક્ટર એક ખાસ પ્રકારની દવા આપે છે. હાલમાં કોરોના પોઝિટિવ દર્દીના સગા અને સારવાર કરતા કોઈ સ્ટાફને કોઈ પ્રકારનો ચેપ ન લાગે એ માટે એમને મેલેરિયામાં અસર કરતી દવા આપવામાં આવી રહી છે. આ દવાની માર્કેટમાં ક્યાંય અછત ન સર્જાય એ માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે મોટી માત્રમાં દવાની ખરીદી શરૂ કરી દીધી છે.

સરકાર આ દવા બનાવતી જુદી-જુદી કંપનીઓના ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી દરરોજનો સ્ટોક લઈ રહી છે. કોવિડ-૧૯ની બીમારીમાં ફેફસામાં સોજા આવી જાય છે. જેથી દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, ફેફસામાં ફાઈબ્રોસિસ (ગાંઠ) થાય ત્યારે તબીબ ખાસ પ્રકારની દવા લખી આપે છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ના જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ દવાનો ઉપયોગ હાથ-પગના આંગળાના હાડકાં વળી જાય જેને રૂમેટાઈઝ આર્થરાઈટિઝ કહે છે, એમાં પણ ઉપયોગ થાય છે.

સરકારે દવા બનાવતી કંપનીનો સારો એવો સ્ટોક પોતાના હસ્તક કરી લીઘો છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકોએ ડાયાબિટિઝ, બ્લડ પ્રેશરની દવા માટે મેડિકલ સ્ટોર પર લાઈન લગાવી હતી. કેટલાક લોકોએ બે મહિનાની દવાનો સ્ટોક એકસાથે લઈ લીધો છે. જેથી થોડાં સમય માટે અછત વર્તાય હતી પણ હવે ક્યાંય તંગી નથી. બધી જ દવાઓનો સ્ટોક પુરતા પ્રમાણમાં છે. વલસાડ, વાપી, સુરત અને સૌરાષ્ટ્રમાં જામનગર, કચ્છ, રાજકોટ તથા ભાવનગર સુધી દવાનો સ્ટોક પહોંચી ગયો છે. એવું ચેરમેને જણાવ્યું છે.

રાજ્યના ફૂડ અને ડ્રગ્સ કમિશનર ડો. કોશિયાએ સ્વીકાર્યું હતું કે, એ વાત સાચી છે કે, અમે એક કરોડ નવી ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે. જે દવા મૂળ તો મેલેરિયાને લગતી છે. પણ તેનું પરિણામ કોવિડ-૧૯ના દર્દીઓ પર સારું એવું જાવા મળે છે. જેનો મોટી સંખ્યામાં તબીબો ઉપયોગ કરી રહ્યા છે. જો દર્દી કોરોના પોઝિટિવ હોય તો તેના પરિવારના સભ્યો માથે પણ જોખમ રહેલું હોય છે.

ચેપ ન લાગે એની પૂરતી કાળજી રાખવામાં આવે છે. આ જોખમ ઘટાડવા માટે એ પરિવારના સભ્યોને આ દવા આપવામાં આવે છે. આ ઉપરાંત કોરોના દર્દીની સારવાર માટે જાડાયેલા મેડિકલ સ્ટાફ અને તબીબોને પણ ચેપ ન લાગે એ માટે આ દવા આપવામાં આવે છે. જીવન રક્ષણ ગણાતી કેટલીય દવાઓનો સ્ટોક ભારત સરકારે પોતાના હસ્તક કરી લીધો છે. પછી જે-જે રાજ્યમાં જરૂર પડશે એમ દવાનો જથ્થો મોકલવામા આવશે. સરકારે દવાનો સ્ટોક ખૂટે નહીં એનું પૂરતું ધ્યાન રાખ્યું છે.

Share This: