અંકલેશ્વરના ખરોડના યુવાનોએ સાઉથ આફ્રિકાના જોન્સબર્ગમાં લહેરાવ્યો તિરંગો

જોન્સબર્ગ ખાતેથી તિરંગો લહેરાવી માદરે વતનનું ઋણ કર્યું અદા

306
Indian Youth Fly Tricolour Flag From Johnsburg of South Africa-suratheadlines

ભરૂચ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખરોડના યુવાનોએ સાઉથ આફ્રિકાના જોહનીસબર્ગમાં ત્રિરંગો લહેરાવી માદરે વતનનું ઋણ અદા કર્યું હતું.

Indian Youth Fly Tricolour Flag at Johnsburg in South Africa-suratheadlines

૧૫ મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનની સમગ્ર દેશમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સાત સમંદર પાર વિદેશમાં વસવાટ કરતા ભારતીય લોકોએ વિદેશમાં સ્વાતંત્ર દિનની દબદબાભેર ઉજવણી કરી ત્રિરંગો લહેરાવ્યો હતો.

Indian Youth Fly Tricolour Flag From Johnsburg in South Africa-suratheadlines

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના યુવાનો સાઉથ આફ્રિકાના જોન્સબર્ગ ખાતે નોકરી વ્યવસાય અર્થે ગયા છે અને ત્યાં જ વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ ખરોડ ગામના નવયુવાનો વતન પ્રેમને ભુલી શક્યા ન હતા. સાઉથ આફ્રિકાના જોન્સબર્ગ ખાતે આવેલ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાના પટાંગણમાં ૧૫ મી ઓગષ્ટ સ્વાતંત્ર દિનની દબદબાભેર ધ્વજવંદન કાર્યક્રમ યોજી ત્રિરંગો લહેરાવ્યો હતો.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: