આઇએસના આતંકીઓ લોકડાઉન દરમ્યાન પોલીસને નિશાન બનાવી શકે છે

183

ન્યુ દિલ્હી
આઇએસઆઇએસના આતંકી કોરોના લોકડાઉન દરમિયાન પોલીસને નિશાન બનાવી શકે છે. દિલ્હીના ડીસીપી (સ્પેશ્યલ સેલ)સંજીવ કુમાર યાદવે બુધવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, આ અંગે હું ઝડપથી શહેરમાં તહેનાત પોલીસકર્મીઓને એલર્ટ કરીશ. કોરોનાના કારણે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસને વિવિધ સ્થળો પર તહેનાત કરવામાં આવી છે.

૨૧ દિવસોના લોકડાઉનની જાહેરાત બાદ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવાઈ છે. ઘણા સ્થળો પર પોલીસ બેરિકેડિંગ કરીને લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓને રોકી રહી છે. આ લોકડાઉન દરમિયાન લોકોને પડી રહેલી મુશ્કેલીને દૂર કરવામાં લાગી ગઈ છે.

દિલ્હી પોલીસે ૮ માર્ચે ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિંસ મોડ્યુલ સાથે જાડાયેલા કાશ્મીરી દંપતીની ધરપકડ કરી લીધી હતી. જામિયા નગરથી જહાંજેબ સામી અને હીના બશીર બેગની ધરપકડ કરી લેવાઈ છે. આ શ્રીનગરના રહેવાસી હતા. બન્ને સીએએ વિરુદ્ધ દેખાવનો ઉપયોગ મુસ્લિમ યુવાનોને ભડકાવીને આતંકી હુમલા માટે કરવા માંગતા હતા. પોલીસને આ લોકો પાસેથી ઈલેક્ટ્રોનિક ગેજેટ અને જેહાદી દસ્તાવેજ પણ મળ્યા હતા. આ લોકો અફઘાનિસ્તાનમાં આઇએસકેપીના ટોપ લીડર્સના સંપર્કમાં હતા.

Share This: