જમ્મૂ-કાશ્મીરમાં અથડામણમાં પાંચ આતંકી ઠાર : પાંચ જવાન શહિદ

243

શ્રીનગર
ભારતમાં આતંક મચાવવા પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ સીમા પર ઘૂષણખોરી કરતા હોય છે એવામાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાતું હોય છે અને સામસામી ગોળાબારીમાં ક્યારેક જવાનો ઘાયલ પણ થતા હોય છે અથવા શહીદ થતા હોય છે. તો આ ઘર્ષણમાં આતંકીઓ માર્યા જતા હોય છે એને તેમની યોજના પર પાણી ફરી વળતું હોય છે. હાલમાં જ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની ઘુષણખોરો વિરુદ્વ એક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં ર્ન્ંઝ્ર પર છેલ્લા ૪૮ કલાકથી સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. સીમા પારથી આતંકવાદીઓની ઘૂષણખોરી રોકવા ચાલી રહેલા આ લાંબા ઓપરેશનમાં અત્યાર સુધી સેનાના ૫ જવાનો શહીદ થઈ ચુક્યા છે. તો અત્યાર સુધી ઘુષણખોરીનો પ્રયત્ન કરી રહેલા ૫ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં સીમા નજીક કેરન સેક્ટરમાં શનિવારથી ઘૂષણખોરો વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સેનાના જણાવ્યા અનુસાર, હવામાન અને વિષમ પરિસ્થિતિના કારણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે આતંકીવાદીઓ સાથે થયેલા ઘર્ષણમાં ઘાયલ થયેલા બે વધુ જવાનોએ દમ તોડી દીધો હતો. આ સિવાય સેનાની હોસ્પિટલમાં બીજા જવાનોની સારવાર થઈ રહી છે. મુશ્કેલ પરિસ્થિતિઓ છતા સેનાનું ઓપરેશન હાલમાં ચાલુ જ છે. સેનાએ અત્યાર સુધી ૫ આતંકીઓને ઠાર કરી દીધા છે.

Share This: