લીબિયાના પૂર્વ વડાપ્રધાન જિબ્રિલનું કોરોના વાયરસથી મોત

264

કાહિરા
દુનિયાના દેશો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા ૬૯,૪૨૪ લોકોના મોત થયા છે. જ્યારે ૧૨ લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ગયા છે. ત્યાંજ લીબિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન મહમૂદ જિબ્રિલનું મોત થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ કોવિડ-૧૯ના સંક્રમણથી સંક્રમિત હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ, જિબ્રિલ હાલમાં જ કોવિડ-૧૯થી સંક્રમિત થઈ ગયા હતા અને તેમનું અવસાન શનિવારે રાત્રે થઈ ગયું હતું. જા કે રવિવારે તેમના અવસાનની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી હતી.

તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાથી તેમને કાહિરાની એક હોસ્પિટલમાં ૧૦ દિવસ સુધી આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. લીબિયાના તાનાશાહ મુઅમ્મર અલ ગદ્દાફીને સત્તામાંથી હટ્યા બાદ તેઓ વડાપ્રધાન બન્યા હતા.

Share This: