ટોક્યો ઓલિમ્પીકથી પ્રથમ મેડલ આવ્યો ભારત

મીરાબાઈ ચાનૂએ વેઈટ લિફ્ટિંગમાં ભારત માટે જીત્યો સિલ્વર મેડલ

140
Mirabai Chanu Won Silver Medal at Tokyo Olympics 2020-suratheadlines

ટોક્યો
ટોક્યો ઓલિમ્પીકમાં ભારતની શાનદાર શરૂઆત થઈ છે. ટોક્યો ઓલિમ્પીક 2020 થી પ્રથમ મેડલ ભારત આવ્યો છે. વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ વેઈટ લિફ્ટિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ મહિલાઓની 49 KG વેઈટ કેટેગરીમાં કુલ 202 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂની ઝળહળતી સફળતાથી અનેક ખેલાડીઓ, રાજનેતાઓએ તેમને શુભકામનાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મીરાબાઈ ચાનૂને અભિનંદન પાઠવતા ટ્વીટ કર્યું છે કે, મીરાબાઈ ચાનૂની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપે છે. વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ મીરાબાઈ ચાનૂને અભિનંદન.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, દેશના પ્રથમ જ દિવસે પ્રથમ મેડલ બદલ મીરાબાઈ ચાનુને અભિનંદન. ભારતને તેની પુત્રી પર ગર્વ છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: