મુકેશ અંબાણી બન્યા દુનિયાના ચોથા સૌથી ધનિક : ૮૦ બિલિયન ડોલર થઇ સંપતિ

131

ન્યુ દિલ્હી
માર્કેટ કેપની બાબતમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણી માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વિશ્વની બીજી સૌથી મોટી બ્રાન્ડ જાહેર કરવામાં આવી હતી, જ્યારે મુકેશ અંબાણી હવે ચોથા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સની રીઅલ-ટાઇમ નેટવર્થ અનુસાર, મુકેશ અંબાણી ૮૦.૬ અબજ (લગભગ ૬.૦૩ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે.

સંપત્તિની વાત કરીએ તો, મુકેશ અંબાણી હવે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ (ઇં ૧૦૨ અબજ)ની નજીક આવી ગયા છે. જો કે, હજી પણ બંનેની સંપત્તિમાં નોંધપાત્ર તફાવત છે. મુકેશ અંબાણી કરતા આગળ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ છે. માર્ક હાલમાં ત્રીજો ધનિક વ્યક્તિ છે. ત્યારે માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્‌સ બીજા સ્થાને છે, જ્યારે એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ પ્રથમ સ્થાને છે. તાજા રેન્કિંગમાં, મુકેશ અંબાણીએ એલવીએમએચના બર્નાર્ડ આર્નોલ્ડ અને ફેમિલીને પાછળ છોડી દીધા છે. બર્નાર્ડ આર્નોલ્ડનો રેન્ક પાંચમા ક્રમે છે. જ્યારે બર્કશાયર હેથવેના વોરન બફેટ છઠ્ઠા સ્થાને છે.

Share This: