અનિશ્ચિતકાળ સુધી ટળી શકે છે એનપીઆર,જનગણનાનો પ્રથમ તબક્કો

227

ન્યુ દિલ્હી
એક એપ્રિલથી પ્રસ્તાવિત રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અદ્યતન કરવા અને જનગણના ૨૦૨૧ના પ્રથમ તબક્કાને કોરોના વાયરસને કારણે અનિશ્ચિત કાળ સુધી ટાળવામાં આવી શકે છે. એક-બે દિવસમાં આ મામલે ઓફિશિયલ આદેશ જાહેર થવાની આશા છે. ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે સરકારના ઉચ્ચ સ્તર પર આ સંભાવના પર ચર્ચા ચાલી રહી છે.

રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર અને જનગણના હેઠળ ઘરોને સુચીબદ્ધ કરવાના કામના પ્રથમ તબક્કાને કોરોના વાયરસને કારણે ટાળવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે એનપીઆરને અદ્યતન કરવા અને જનગણનાના પ્રથમ તબક્કામાં ઘરોને સુચીબદ્ધ કરવાનું કામ ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર સુધી થવાનું છે. ગૃહ મંત્રાલયે ગત અઠવાડિયે કહ્યું હતું કે જનગણના ૨૦૨૧ અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અદ્યતન કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને એક એપ્રિલથી આ શરૂ થશે.

મંત્રાલયે આ વાત જનગણના અને એનપીઆરની તૈયારીઓ પર ડિરેક્ટરોના સમ્મેલન બાદ કહી છે. ઉલ્લેખનીય છે કે કેટલીક રાજ્ય સરકારોએ એનપીઆરનો વિરોધ કર્યો અને અહી સુધી તેને લઇને ચિંતાઓ વ્યક્ત કરવા માટે કેટલાક રાજ્યોએ પોત પોતાની વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કર્યો છે. કેરળ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને બિહારે એનપીઆરનો વિરોધ કર્યો છે. જાકે, સ્પષ્ટ કહ્યું છે કે તે જનગણનાના પ્રથમ તબક્કામાં ઘરોને સૂચીબદ્ધ કરવાના કામમાં સહયોગ કરશે.

Share This: