ટ્વીટર પર વડાપ્રધાન મોદીના 7 કરોડ ફોલોવર્સ થયા પૂર્ણ

138
PM Modi's Seven Crore Followers Completed on Twitter-suratheadlines

19 જુલાઈ 2020 ના રોજ 6 કરોડ ફોલોવર્સ થયા હતા પૂર્ણ,

જે આંક હાલ પાર કરી ચુક્યો છે 70 મિલિયન,

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી આગેવાનો સુધી સૌ કોઈએ અભિનંદનની શરૂ કરી લહેર,

એક વર્ષ જેટલા સમયમાં વડાપ્રધાનના એક કરોડ જેટલા નવા ફોલોવર્સ ઉમેરાયા,

PM મોદી સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચવા માટે છે પ્રખ્યાત,

મહત્વપૂર્ણ માહિતી શેર કરવા માટે PM ટ્વિટરનો કરે છે વ્યાપક ઉપયોગ,

નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ-વિદેશમાં સૌથી મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેવામાં તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. હવે પીએમ મોદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ટ્વિટર પર 70 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે.

નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવેલા નેતાઓની યાદીમાં છે. પીએમ મોદી વર્ષ 2009 થી ટ્વિટરનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. વર્ષ 2010 માં એક લાખ વપરાશકર્તાઓ તેમને ફોલો કરતા હતા. 2011 માં તેમના ફોલોવર્સ વધી ગયા અને આંકડો ચાર લાખ પર પહોંચી ગયો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકો સાથે જોડાવા અને રાજકીય નિવેદનો આપવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. પોતાના ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ ચેનલો દ્વારા PM મોદી તેમની વાતો લોકો સુધી પહોંચાડે છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાન, મહિલા સુરક્ષા અને બીજા ઘણા અભિયાન માટે ટ્વિટરનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કર્યો છે. પીએમ મોદીએ આ પ્લેટફોર્મનો ઉપયોગ કોરોના રોગચાળા વિશે માહિતી આપવા માટે પણ કર્યો છે.

2018 માં, એક આંતરરાષ્ટ્રીય સર્વેએ નરેન્દ્ર મોદીને વિશ્વના ટોચના ત્રણ નેતાઓમાં સ્થાન આપ્યું હતું. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબાનાને 129.8 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 84 મિલિયન ફોલોવર્સ હતા. જો કે, ટ્રમ્પના એકાઉન્ટ પર ટ્વિટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે બાદ નરેન્દ્ર મોદી બીજા સ્થાને આવ્યા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ટ્વિટર પર 26.3 મિલિયન ફોલોવર્સ છે. તથા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના 22.8 મિલિયન ફોલોવર્સ છે. તો પૂર્વ કોંગ્રેસી અધ્યક્ષ રાહુલ ગાંધીના 19.4 મિલિયન ફોલોવર્સ છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, નવી દિલ્હી.

Share This: