
મુંબઈ
પોઝિટિવ ગર્ભવતીની સફળ ડિલિવરી કરવામાં આવી છે. ડો. રાજેશ મ્હાત્રેના નેતૃત્વમાં ડોક્ટર્સની ટીમે વાઈરસથી પીડિત ગર્ભવતી મહિલાની ડિલિવરી શરૂ કરી હતી. આ મહિલાને એક બાળકી આવી હતી જેને હાલ બેબી બોક્સમાં રાખવામાં આવી છે. ડોક્ટર્સના કહ્યાં પ્રમાણે આ બાળકી એકદમ સ્વસ્થ છે.
બાળકીના જન્મતાની સાથે જ તેને બેબી બોક્સમાં રાખી દેવાઈ છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તે એકદમ સ્વસ્થ છે. બાળકીનો ટેસ્ટ પણ કરાઈ રહ્યો છે કે તે પણ વાઈરસથી સંક્રમિત તો નથીને. ઓપરેશનના તાત્કાલિક પછી મહિલાને સારવાર માટે મોકલી દેવાઈ છે. તેને કોરોના વાઈરસ માટેની સારવાર આપવામાં આવી રહી છે.
આ મહિલાનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ મળી આવ્યો હતો. ત્યારબાદ સોમવારે તે નવી મુંબઈ મહાનગરપાલિકમાં ગઈ હતી. આવી સ્થિતિમાં બાળકને બચાવવું કે માતાને બચાવવી ડોક્ટર્સ માટે આ સૌથી મોટો પડકાર હતો. જા માતાની સારવાર કરવામાં આવે તો ગર્ભમાં રહેલા બાળકને મોટું નુકસાન પહોંચી શકે છે.