આરબીઆઇએ રેપો રેટ ૪ ટકા યથાવત રાખ્યો : ગોલ્ડ લોનમાં આપી રાહત

કોરોના કાળમાં લોન ધારકોને ઝટકો, ઇએમઆઇ, લોનના વ્યાજદરમાં રાહત નહિ

123

આરબીઆઈએ લોકોને મોટી રાહત આપતાં ગોલ્ડ પર, જ્વેલરી પર લોન આપવાની વેલ્યુ વધારી ૯૦ ટકા કરી

હવે પછી મોનિટરી પોલિસી કમિટીની બેઠક ૨૯ સપ્ટેમ્બરે મળશે

મુંબઇ
રિઝર્વ બેંકની નાણાકીય પોલિસી કમિટીની બેઠક આજે સમાપ્ત થઈ હતી. ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, બેંકે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ બદલાવ કર્યો નથી. દાસે જણાવ્યું કે, રેપો રેટ ૪ ટકા અને રિવર્સ રેપો રેટ ૩.૩ ટકા યથાવત રાખવામાં આવ્યો છે. એનો મતલબ એ થયો કે ઈએમઆઈ કે લોનની વ્યાજદરો પૈકી નવી કોઈ રાહત મળશે નહીં. શક્તિકાંત દાસે કહ્યું કે, મોનિટરી પોલિસીને લઈ આક્રમક વલણ ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી તેની જરૂર રહેશે. અમે ગ્રોથમાં તેજી લાવવા માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે, કોરોનાની અસરને ઓછોમાં ઓછી કરવામાં આવે. આ ઉપરાંત અમારી નજર મોંઘવારી દર ઉપર પણ છે. રિઝર્વ બેંકે ૪ ટકાનું લક્ષ્ય પ્લ્સ-માઈનસ ૨ ટકાનું લક્ષ્ય રાખ્યું છે. મતબલ કે મેક્સિમ ૬ ટકા અને મિનિમમ ૨ ટકા.

રિઝર્વ બેંકના કામકાજને લઈ શક્તિકાંત દાસે કહ્યું કે, અમે લોકો વિષમ પરિસ્થિતિમાં સતત કામ કરી રહ્યા છીએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દુનિયાની કદાચ પહેલી સેન્ટ્રલ બેંક હશે કે જેણે કર્મચારીઓની સુરક્ષા માટે સ્પેશિયલ ક્વોરટિન ફેસિલિટી સેટઅપ તૈયાર કર્યું છે. અને આ એટલા માટે કરાયું કેમ કે, મહત્વપૂર્ણ કામકાજમાં કોઈ પણ સમસ્યા ન આવે. જીડીપી ગ્રોથને લઈ દાસે કહ્યું કે, વિત્ત વર્ષ ૨૦૧૯-૨૦ના પહેલાં ત્રિસામિકમાં ઘટાડો થયો હતો. વર્તમાન પરિસ્થિતિના હિસાબથી લાગી રહ્યું છે. સમગ્ર વિત્ત વર્ષ માટે ગ્રોથ રેટ નેગેટિવ રહેશે. જો કે, તે કેટલા સુધી રહી શકે છે તેને લઈને હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

આરબીઆઈએ લોકોને મોટી રાહત આપતાં ગોલ્ડ પર જ્વેલરી પર લોન આપવાની વેલ્યુ વધારી દીધી છે. પહેલાં સોનાંની કુલ વેલ્યુના પ્રમાણમાં ૭૫ ટકા રકમ સુધી લોન મળતી હતી. પણ કોરોનાને કારણે તેને વધારીને ૯૦ ટકા સુધી કરી દેવામાં આવી છે. પણ આ સુવિધા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી જ છે. આ ઉપરાંત રિઝર્વ બેંકે નેશનલ હાઉસિંગ બેંક, નાબાર્ડને ૧૦ હજાર કરોડ એડિશનલ ફંડ આપવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત આરઆબીઆઈ ગવર્નરે જણાવ્યું કે, કોરોનાની માર બાદ દેશની ઈકોનોમી હવે ટ્રેક પર પરત ફરી રહી છે. શક્તિકાંત દાસે કહ્યું કે, સારી ઉપજને કારણે ગ્રામીણ ઈકોનોમીમાં રિકવરી આવી રહી છે.

Share This: