ગેહલોત સરકાર પર સંકટ : ૧૨ ધારાસભ્યો સાથે સચીન પાયલટ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા

સચિન પાયલટ SOGની એફઆઈઆરમાં સરકાર પાડવાના કાવતરામાં તેમના પર નિશાન સાધવાથી નારાજ

ભાજપનાં ઓમ માથુરે આપ્યો જોરદાર જવાબ

જયપુર
રાજસ્થાનમાં સરકાર પાડવા માટે ધારાસભ્યોના ખરીદ-વેચાણને લઈ રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી કાર્યવાહી કરી છે. એસઓજીએ મામલામાં કેસ નોંધી દીધો છે. ત્યારબાદ કોંગ્રેસના ૧૨ ધારાસભ્ય દિલ્હી પહોંચ્યા છે. ડેપ્યુટી મુખ્યમંત્રી સચિન પાયલટ પહેલાથી જ દિલ્હીમાં ઉપસ્થિત છે. મળતી માહિતી મુજબ, સચિન પાયલટ અને બાકી ૧૨ ધારાસભ્ય મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ છે. આ તમામ લોકો આજે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળી શકે છે.

મળતી માહિતી મુજબ, સચિન પાયલટ એસજીઓની એફઆઈઆરમાં સરકાર પાડવાના કાવતરામાં તેમના પર નિશાન સાધવાથી નારાજ છે. આ દરમિયાન કોંગ્રેસે તે ત્રણ અપક્ષ ધારાસભ્યોની સંબદ્ધતા સમાપ્ત કરી દીધી. અત્યાર સુધી આ ત્રણેય સુરેશ ટાક ખુશવીર જોજાવર અને ઓમ પ્રકાશ હુડલા ગહલોત સરકારને સમર્થન આપી રહ્યા હતા, પરંતુ એસઓજીએ ત્રણેય વિરુદ્ધ હોર્સ ટ્રેડિંગ મામલામાં કેસ નોંધી દીધો છે. ત્રણેય પર આરોપ છે કે સરકાર પડાવા માટે ધારાસભ્યોની ખરીદ-વેચાણનો પ્રયાસ કર્યો હતો.

ઓમ માથુરે એક વાતચીતમાં કહ્યું કે, “કોંગ્રેસની વચ્ચે અવાર-નવાર કલેશનાં સમાચારો આવતા રહે છે. અશોક ગેહલોત તો આનો આરોપ જબરદસ્તીથી બીજેપી પર મુકી રહ્યા છે. બીજેપીનાં રાજ્યસભા સાંસદે કહ્યું કે, “રાજસ્થાનમાં અત્યારની રાજકીય સ્થિતિ વિશે કોંગ્રેસે બીજેપીને દોષ ના આપવો જોઇએ. તેણે પોતાનું ઘર જોવું જોઇએ. જ્યારે ગેહલોત સરકારની રચના થઈ હતી ત્યારથી આ સંકટ ચાલતુ આવી રહ્યું છે. સચિન પાયલટ અને અશોક ગેહલોતની લડાઈ આનું અસલી કારણ છે. ગેહલોત બીજેપીને દોષ આપવાના પ્રયત્ન કરી રહ્યા છે.”

Share This: