આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી, ધારાસભ્ય સહિત તમામ કર્મચારીઓના પગાર પર રોક

302

અમરાવતી
તેલંગાણા અને મહારાષ્ટ્ર સરકાર જ્યાં એક તરફ સરકારી કર્મચારીઓના પગાર કાપી રહી છે, ત્યાં બીજી તરફ આંધ્ર પ્રદેશમાં જગનમોહન રેડ્ડી સરકારે કોરોના વાઈરસ અને દેશમાં લોકડાઉનના કારણે સરકારી કર્મચારીઓના પગારને રોકવાનો આદેશ આપી દીધો છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે પ્રાઈવેટ સેક્ટરને અપીલ કરી થે કે, લોકડાઉનના કારણે કર્મચારીઓના પગાર ના કાપવામાં આવે.

આ અંગે મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ જણાવ્યું કે, જે સરકારી કર્મચારીઓના પગાર રોકી દેવામાં આવ્યા છે, જેમાં મુખ્યમંત્રી, ધારાસભ્યો, એમએલસી, કોર્પોરેટરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ૧૦૦ ટકા પગારને અટકાવવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે પણ કોરોના સંકટના કારણે મુખ્યમંત્રીથી લઈને સી-ગ્રેડના કર્મચારીઓ સુધીના તમામ લોકોના માર્ચ મહિનાના પગારમાં કાપ મૂકવાનો આદેશ આપી દીધો છે. જે ૨૫ થી ૬૦ ટકા સુધી હશે. ડી-ગ્રેડના કર્મચારીઓને પગાર કપાતના રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્ય અને એમએલસીનો માર્ચ મહિનાનો પગાર ૬૦ ટકા કાપવામાં આવ્યો છે.

Share This: