અમેરિકી રાટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ગંભીર ચેતવણી

209

ચીનમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા અમેરિકા કરતા અનેક ગણી વધુ
ટ્રમ્પ,અમેરિકામાં કોરોનાથી મૃતોકનો આંકડો ૩૯,૦૦૦ને પાર થયો, સાત લાખથી વધુ પોઝિટિવ કેસ

વોશિંગ્ટન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસથી ચીનમાં સત્તાવાર જાહેર કરાયેલા મૃત્યુઆંક પર આશંકા વ્યક્ત કરી છે. યુએસ પ્રમુખે દાવો કર્યો છે કે ચીનમાં અમેરિકા કરતા વધુ લોકોના મોત નિપજ્યા છે. ચીન દ્વારા વુહાનમાં સત્તાવાર મૃત્યુઆંકમા વધુ ૧,૩૦૦ લોકોનો વધારો જાહેર કરાયાના બે દિવસ બાદ ટ્રમ્પે આ દાવો કર્યો છે. વુહાનમાં વધુ મૃતકોના આંકની પુષ્ટિ બાદ ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા ૪,૬૦૦ને પાર થઈ ગઈ છે.

વ્હાઈટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ‘મૃતકોની બાબતમાં અમેરિકા પ્રથમ ક્રમે નથી ચીન પ્રથમ ક્રમે છે જે તમે યાદ રાખશો. અમેરિકાની તુલનાએ તેઓ મૃતોકની બાબતમાં આગળ છે.’ ટ્રમ્પના મતે વિકસીત દેશ યુકે, ફ્રાન્સ, સ્પેન, બેલ્જીયમ, ઈટાલી અને સ્પેનમાં અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ હોવા છતા ત્યાં મૃત્યુદર સૌથી ઊંચો છે જ્યારે ચીનમાં ફક્ત ૦.૩૩ છે.

રાટ્રપતિએ વધુમાં ઉમેર્યું કે ચીનના સત્તાવાર મૃત્યુના આંકડા અવાસ્તવિક છે. તમે સૌ આ વાત જાણો છું, હું પણ જાણું છે. કોઈ દિવસ હું આ અંગે સમજાવીશ. ટ્રમ્પે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે પર કેપિટા આધારે પશ્ચિમ યુરોપીયન રાષ્ટ્રોની તુલનાએ અમેરિકામાં મૃત્યુનો દર ઘણો નીચો છે. અમેરિકા રાટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી છે કે જો તે જાણી જાઈને કોરોના વાયરસના ચેપને ફેલાવવા માટે જવાબદાર ગણાશે તો પરિણામનો સામનો કરવા તૈયાર રહે. ટ્રમ્પને કોવિડ -૧૯ના મામલે ચીનનું ભેદી મૌન, રોગ સંબંધિત તથ્યોમાં પારદર્શિતાનો અભાવ અને પ્રારંભિક તબક્કે યુએસ સાથે અસહકાર વલણ અંગે નિરાશા વ્યક્ત કરી છે.

ચીન સાથેના વેપાર કરારના સમયને યાદ કરતાં ટ્રમ્પે કહ્યું કે જ્યારે અમે કોઈ કરાર કરી રહ્યા હતા ત્યારે સંબંધ ખૂબ સારા હતા, પરંતુ અચાનક તમે તેના વિશે સાંભળો છો, તેથી તે મોટો તફાવત છે. ટ્રમ્પે કહ્યું, “તમે જાણો છો, સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તમે ચીનથી નારાજ છો? તો જવાબ હા હોઈ શકે, પરંતુ તે નિર્ભર છે.

ઉલ્લેખીય છે કે અમેરિકામાં સત્તાવાર રીતે કોરોના વાયરસથી કુલ ૩૯,૦૦૦ લોકોના મોત થયો છે. આ ઉપરાંત ઈટાલીમાં ૨૩ હજાર, સ્પેનમાં ૨૦ હજાર લોકોના મોત થયા છે જ્યારે ફ્રાન્સમાં ૧૯ હજારથી વધુ લોકોના મોત થયા છે. વિશ્વમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસો ૨૩ લાખને પાર થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક ૧.૬૦ લાખ જેટલો થયો છે.

Share This: