યુપીમાં કોરોનાથી અસરગ્રસ્તોની વિનામૂલ્યે ટેસ્ટ, સારવાર કરાશે

262

લખનઉ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતા કરફ્યૂ વિસ્તારોની મુલાકાત લઇને પોલીસ અને વહીવહીતંત્રના અધિકારીઓએ રોડ પર પેટ્રોલિંગ કરવાની અપીલ કરી હતી. તેમણે રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત લોકોના વિનામૂલ્ય ટેસ્ટ અને સારવાર કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ઉત્તરપ્રદેશના એડિશનલ ચીફ સેક્રેટરી(ગૃહ) અવનીશ અવસ્થીએ રવિવારે લખનઉમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે કરફ્યૂને સવાર સુધી લંબાવવામાં આવે અને પોલીસ ટીમો પેટ્રોલિંગ કરે. ઉત્તરપ્રદેશ સરકારે કોરોના વાયરસથી અસરગ્રસ્ત લોકો માટે ૨૦૦૦થી વધુ અલગ બેડની વ્યવસ્થા કરી છે, આવા બેડોની સંખ્યા આગામી બે દિવસમાં ૧૦૦૦૦ જેટલી કરી દેવાશે. અહીંયા કોરોના વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૨૭ હતી, એ પૈકી ૧૧ લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. બાકીના લોકોની તબિયત સ્થિર છે અને ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

Share This: