ઉત્તરાખંડમાં ભારે વરસાદથી દેહરાદૂન-ઋષિકેશ પુલ તૂટી પડ્યો, જુઓ વિડીયો

કોઈ જાનહાની નહિ પરંતુ કેટલાક ભાગોમાં પરિવહન ખરાબ રીતે પ્રભાવિત

243
Dehradun-Rishikesh Bridge Collapses-suratheadlines

વેબ ડેસ્ક
ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાથી રાની પોખરી ગામ નજીક દહેરાદૂન-ઋષિકેશ પુલ તૂટી પડ્યો હતો. તૂટેલા પુલ નીચે વહેતી જાખન નદીમાં એક ટ્રક ઊંધો પડ્યો હતો અને અન્ય કેટલાક વાહનો પણ તણાયા હતા આ ઘટના કેમેરામાં કેદ થઈ છે.

ANI ના અહેવાલ મુજબ દહેરાદૂન-ઋષિકેશ હાઈવે પર જાખન નદી પરના પુલના ભાગો તૂટી પડ્યા હતા. ઘટનાસ્થળના દ્રશ્યો મુજબ ઘણા વાહનો કાટમાળમાં ફસાયા હતા અને લોકો ભાગી રહ્યા હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની રેસ્ક્યુ અને ડીપ ડાઈવિંગ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તેમના દ્વારા બચાવ અને રાહત કામગીરી ચાલુ છે એમ સમાચાર એજન્સીના અહેવાલમાં જણાવાયું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ આર રાજેશ કુમારે જણાવ્યું છે કે રૂટ પર ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો છે.

અન્ય એક ઘટનામાં, માલદેવતા-સહસ્ત્રધારા લિંક રોડના કેટલાક ભાગો દહેરાદૂનમાં સતત વરસાદને પગલે નદીમાં ભળી ગયા હતા.

દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે તપોવનથી મલેથા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 બંધ કરવામાં આવ્યો હતો તેમ ટિહરી-ગઢવાલ જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું હતું.

રાજ્ય પોલીસ દ્વારા જણાવાયું છે કે, ઋષિકેશ-દેવપ્રયાગ, ઋષિકેશ-ટિહરી અને દહેરાદૂન-મસૂરીના રસ્તાઓ પણ છેલ્લા 3-4 દિવસથી વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે બંધ છે. એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, તેઓએ લોકોને ખરાબ હવામાનમાં ફેરફાર ન થાય ત્યાં સુધી આ વિસ્તારમાં મુસાફરી કરવા સામે ચેતવણી આપી છે. શહેરમાં ભારે વરસાદ વચ્ચે એસડીઆરએફની ટીમો દહેરાદૂનમાં બચાવ કામગીરી કરી રહી છે. રાજ્યને તાજેતરના વર્ષોમાં કુદરતી આફતોને કારણે જીવન અને મિલકતને ભારે નુકસાન થયું છે.

અગાઉ 2013 માં વાદળ ફાટવાથી વિનાશક પૂર અને ભૂસ્ખલનની ઘટના બની હતી. જેમાં 5,700 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આવી બીજી એક ઘટના 2016 માં બની હતી. જેમાં આશરે 30 લોકોના મોત નિપજ્યા હતા. 2021 માં, ગંગાની કેટલીક ઉપનદીઓમાં હિમપ્રપાતથી અચાનક પૂર આવ્યા બાદ ફરી 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અન્ય વર્ષોમાં પણ ઘણી નાની આફતોએ રાજ્યની મુલાકાત લીધી છે.

વેબ ડેસ્ક
સુરત હેડલાઈન્સ ન્યૂઝ.

Share This: