કોરોનાની સારવારમાં ફરી શરૂ કરાશે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ

ભારત સામે ઝૂક્યું વિશ્વ આરોગ્ય સંસ્થા

184

જિનિવા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મેલેરીયાની સારવારમાં વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાને કોરોનાની સારવારમાં ફરીથી ટ્રાયલ તરીકે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગૈબરેયેસસે બુધવારે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ ફરી શરૂ કરવામાં આવશે તેવી જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્વાસ્થ્યને નુકસાન થતું હોવાનું જણાવીને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ રોકી દીધી હતી. એક વર્ચ્યુઅલ ન્યૂઝ બ્રીફીંગ દરમિયાન ટેડ્રોસે જણાવ્યું કે, ‘ઉપલબ્ધ મૃતકઆંકને ધ્યાનમાં રાખીને એક્ઝિકયુટિવ ગ્રુપ પ્રિન્સીપાલ ઈન્વેસ્ટિગેટર્સને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ ફરી શરૂ કરવા અંગે જણાવશે.

ગત સપ્તાહે સુરક્ષાનો હવાલો આપીને આ દવાની ટ્રાયલ રોકી દેવામાં આવી હતી. એક રિપોર્ટમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી ફાયદો થતો હોવાનો કોઈ પુરાવો નથી તેમ જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્વાસ્થ્ય સંગઠને તેના પર રોક લગાવી હતી.

Share This: