યુવા ઉત્સવ હેઠળ વિવિધ સાંસ્કૃતિક રમતોમાં ભાગ લેવા મંગાવાઈ અરજીઓ

111
Applications Invited For Various Cultural Sports Under Yuva Utsav-suratheadlines

સુરત
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સુરત દ્વારા તાલુકા તથા જિલ્લા યુવા ઉત્સવનું ઓફલાઈન તેમજ ઓનલાઈન આયોજન કરવામાં આવનાર છે. જેમાં અલગ-અલગ વય જુથના લોકો માટે કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક વિભાગની અલગ-અલગ કૃતિઓમાં ભાગ લઈ શકશે.

યુવા ઉત્સવમાં A અને B વિભાગમાં સ્પર્ધક તાલુકા કક્ષાએથી શરૂ થતિ ઓફલાઈન વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્રકલા, હળવું કઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય સ્પર્ધાઓ ઉપરાંત B વિભાગમાં પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્યલેખન, દૂહા-છંદ-ચોપાઈ, લગ્નગીતો, જ્યારે સીધી જિલ્લાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ માટેના A અને B વિભાગના સ્પર્ધકો માટે શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિંદુસ્તાની), શાસ્ત્રીય નૃત્ય-ભરતનાટ્યમ, શાસ્ત્રીય નૃત્ય-કથ્થકમાં ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જ્યારે ખુલ્લા વિભાગના સ્પર્ધકે તાલુકાકક્ષાએથી શરૂ થતી ઓફલાઈન લોકવાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમૂહગીત, લોકગીત જેવી ૧૫ જેટલી કૃતિઓમાં ભાગ લઈ શકશે.

જિલ્લાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓના પ્રવેશપત્ર સાથે નિયમોનુસાર વિડીયો ક્લીપ તૈયાર કરી CD/PAN DRAIVE, CD કવર વિભાગ અ કે બ તથા ખુલ્લો વિભાગ, કૃતિ, વયજૂથ, સ્પર્ધકનું નામ, શાળા/સંસ્થાનું નામ, મોબાઈલ નંબર, જિલ્લાનું નામ (સુરત શહેર/ગ્રામ્ય) છે. તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે માત્ર પ્રવેશપત્ર ભરીને તા: ૦૨/૦૯/૨૦૨૧ સુધી બપોરે ૦૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીને મળી જાય તે રીતે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન ,જૂના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, પહેલો માળ, નાનપુરા, સુરત ખાતે મોકલવાની રહેશે.
(કુરીયર કર્યા બાદ ઈમેલ આઈ.ડી. dydosurat05@gmail.com પર જાણ કરવી).

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: