કેપ્ટન કોહલી દરેક ફોર્મેટમાં પરિસ્થિતિ પ્રમાણે રમત બદલી શકે છે : બેટિંગ કોચ

32

મુંબઇ
ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે, કોહલી પરિસ્થિતિને આધારે કોઈ પણ સમયે તેની રમત બદલી શકે છે. આ તેની સૌથી મોટી ખાસિયત છે. વિક્રમે કહ્યું કે ભારતીય કેપ્ટન દરેક ફોર્મેટમાં જરૂરિયાત મુજબ રમે છે.

એક સ્પોટ્‌ર્સ વેબસાઇટ સાથે વાત કરતા વિક્રમે કહ્યું કે, “હું માનું છું કે કોહલીની પ્રતિબદ્ધતા તેની શ્રેષ્ઠ વસ્તુ છે.” તે વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી બનવા માગે છે અને તે માટે સખત મહેનત પણ કરે છે. મેં તેને આ બધું કરતા જોયો છે. મને લાગે છે કે તેની સૌથી મોટી તાકાત દરેક પરિસ્થિતિમાં અનુકૂળ રહેવાની ક્ષમતા છે.” તેમણે કહ્યું, ‘કોહલી એક જ રીતે રમનાર ખેલાડી નથી. તે જરૂરિયાત મુજબ કોઈ પણ સમયે તેમની રમત બદલી શકે છે. તેણે તમામ ફોર્મેટમાં ક્રિકેટ અલગ રીતે રમ્યું છે. આ પણ તેની તાકત છે.

Share This: