વાદન સ્પર્ધામાં રૂપિયા ૨૫ હજાર સુધીનું ઈનામ મેળવવાની તક

૨૭ ઓગષ્ટથી ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી યોજાશે સ્પર્ધા

132
Gujarat-Opportunity to Get a Prize of Rs. 25000 in Playing Competition-suratheadlines

૨૪મી સપ્ટેમ્બરના રોજ યોજાશે રાજ્ય કક્ષાની સ્પર્ધા,

સુરત
રાજ્ય સરકાર દ્વારા યુવાધનને યોગ અને શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેક્નોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” અભિયાનની નવતર પહેલ કરવામાં આવી છે. યુવાનોના શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્તમાન વર્ષ દરમિયાન “મોબાઈલ ટૂ સ્પોટ્સ” નામની નવી યોજના મંજૂર કરવામાં આવી છે. આ યોજનાને “મોબાઈલ ટૂ સ્પોટ્સ” ફેસબૂક પેજ, યુ-ટ્યુબ, રેડિયો ક્વિઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોસિયલ મિડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ સ્પર્ધકોની વિગતો, ઓડિયો/વિડિયો ક્લિપ રજૂ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

હેતુને સુચારૂ પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનર કચેરી તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, સુરત દ્વારા સંયુક્ત રીતે ‘’વાદન (વાંસળી, તબલા, હાર્મોનિયમ (હળવું)) “સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના જુદા-જુદા વયજૂથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે. જેમાં ૦૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ,૨૧ થી ૫૯ વર્ષ,૬૦ વર્ષથી ઉપરના (ઓપન વયજૂથ) સ્પર્ધકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધાની વિડીયો ક્લિપ નિયમોનુસાર તૈયાર કરી. તા ૧૫/૦૯/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, જુના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી, નાનપુરા, સુરત ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોંચતી કરવાની રહેશે.

જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧૦૦૦/- દ્વિતિય વિજેતાને રૂ.૭૫૦ તેમજ તૃતિય વિજેતાને રૂ.૫૦૦ ઈનામ આપવામાં આવશે.

રાજ્યકક્ષાની વાદન સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-,દ્વિતિય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-,તૃતિય વિજેતાને ૧૦,૦૦૦/- એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/- (પ્રત્યેકને) આશ્વાસન ઈનામો આપવામાં આવશે.

સ્પર્ધા અંગેના તમામ નિયમો અને વધુ માહિતી કચેરી પરથી મેળવી શકાશે. આ અંગેની વધુ માહિતી http://www.facebook.com/mobile2sports ફેસબુક પેજ તેમજ યુ-ટ્યુબ ચેનલની લિંક http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rKensUaz-g પરથી પણ મેળવી શકાશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: