હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ નતાસાએ બેબી બેમ્પ સાથે શેર કરી બાથરૂમ સેલ્ફી

નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની મંગેતર નતાસા સ્ટોન્કાવિક બહુ જલ્દી મા-બાપ બનવાના છે. આ વર્ષની શરૂઆતમાં હાર્દિક પંડ્યાએ સોશ્યલ મીડિયા પર એક પાસ્ટ શેર કરીને જણાવ્યુ હતુ કે તે અને નતાસા માતા પિતા બનવાના છે. ત્યાર પછીથી નતાસા અવારનવાર પોતાની બેબી બમ્પ વાળી સેલ્ફી શેર કરતી રહી છે. હવે તેને પોતાના બાથરૂમમાંથી બેબી બેમ્પ વાળી બાથરૂમ સેલ્ફી શેર કરી છે, જે હાલ ખુબ વાયરલ થઇ રહી છે. નતાસાએ ઇન્સ્ટાગ્રામ સ્ટારી પર પોતાની તસવીર શેર કરી છે, આમાં બેબી બમ્પની સાથે તે બાથરૂમમાં ઉભી છે, અને તેને બ્લેક મેક્સી ડ્રેસ પહેરેલો છે. આ તસવીરના કેપ્શનમાં તેને લખ્યું છે- બેબી ઇઝ ઓન ધ વે. ખેર, એ કહેવાની જરૂર નથી કે આ તસવીરમાં પણ તે બેબી બમ્પ સાથે એક દમ હોટ લાગી રહી છે.

નોંધનીય છે કે, ક્રિકેટર હાર્દિક પંડ્યાએ વર્ષની શરૂઆતમાં ૧લી જાન્યુઆરીએ નતાસાની સાથે સગાઇની જાહેરાત કરી દીધી હતી. ત્યાર બાદ બન્નેએ લગ્ન કર્યા, બાદમાં તસવીર શેર કરી જાણકારી આપી કે તે બન્ને માતાપિતા બનવાના છે. નતાસાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ- હાર્દિક અને મે અત્યાર સુધી એક યાદગાર યાત્રા શરૂ કરી છે. આ હવે વધુ બેસ્ટ થવા જઇ રહી છે. અમે બહુજ જલ્દી અમારી જિંદગીમાં એક નવી લાઇફનુ સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ.

Share This: