લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ODI મેચ સંપૂર્ણ દર્શકોની ક્ષમતા સાથે યોજાશે

10 જુલાઈના રોજ રમાનારી ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ODI મેચમાં લોર્ડ્સ દર્શકોને આવકારશે

152
Match Will Be Played in Lord's With Full Spectator Capacity-suratheadlines

લંડન
મેરીલેબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) દ્વારા જાહેરાત કરાઈ છે કે લોર્ડ્સ 10 જુલાઈએ પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં 100 ટકાની ક્ષમતા પર રહેશે. એમસીસીએ જણાવ્યું છે કે, મેચ સરકારના ઈવેન્ટ્સ રિસર્ચ પ્રોગ્રામ (ઈઆરપી) ના ત્રીજા તબક્કાનો ભાગ છે. જે સામાજિક અંતર વિના દર્શકોને રમત-ગમત અને સાંસ્કૃતિક સ્થળોએ કેવી રીતે પાછો લાવશે તે જોઈ રહી છે.

એમસીસીએ જણાવ્યું છે કે, દર્શકોએ એનએચએસ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણ રસીકરણનો પુરાવો આપવાનો રહેશે તથા તાજેતરનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ રજુ કરવાનો રહેશે. ઉપરાંત ગ્રાઉન્ડની આસપાસ ફરતી વખતે દર્શકોએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે.

મેરીલેબોન ક્રિકેટ ક્લબના ચીફ એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી ગાય લવંડરે જણાવ્યું છે કે, ‘ઈગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આગામી મુકાબલા માટે લોર્ડ્સમાં સંપૂર્ણ દર્શકોને આવકારવામાં સક્ષમ હોવાનો તેમને આનંદ છે. લગભગ બે વર્ષમાં ઈગ્લેન્ડના ખેલાડીઓની પ્રથમ વનડે ઘરમાં હોવી અને દર્શકોની સંપૂર્ણ ક્ષમતા સાથે ખરેખર યાદગાર બની રહેશે.”

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, લંડન.

Share This: