કાયરન પોલાર્ડની મેચ વિનિંગ બેટિંગથી મુંબઈનો વિજય

મુંબઈ ઈન્ડિયન્સ એ ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટે હરાવ્યું

125
Mumbai Win By Kieran Pollard's Match Winning Batting-suratheadlines

પોલાર્ડ એ 17 બોલમાં સીઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી

કાયરન પોલાર્ડ બન્યો ગેમ ચેન્જર ઓફ ધ મેચ

નવી દિલ્હી
છેલ્લી બોલ સુધી રોમાંચક રહેલી મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની મેચમાં કાયરન પોલાર્ડની અવિશ્વસનીય મેચ વિનિંગ બેટિંગથી મુંબઈ ઈન્ડિયન્સની પલટન એ ચેન્નાઈ ને પરાજય આપ્યો છે.

ટોસ જીતી મુંબઈ ઈન્ડિયન્સ એ પ્રથમ બોલિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ એ 20 ઓવરમાં 4 વિકેટે 218 રન બનાવી 219 રનનો લેક્સી આપ્યો હતો. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ એ 6 વિકેટે 219 રન બનાવી આ સિઝનનો હાઈએસ્ટ રન ચેઝ કરી શાનદાર વિજય મેળવ્યો છે.

Kieron Pollard Wins The Man of The Match Award-suratheadlines

મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં કાયરન પોલાર્ડની મેચ વિનિંગ બેટિંગ અવિશ્વસનીય રહી હતી. પોલાર્ડ એ 34 બોલમાં નોટ આઉટ 87 રન બનાવ્યા હતા. જેમાં પોલાર્ડે કુલ 8 છગ્ગા અને 6 ચોગ્ગા નોંધાવ્યા હતા. તથા પોલાર્ડ 17 બોલમાં આ સીઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી ગેમ ચેન્જર ઓફ ધ મેચ બન્યો હતો.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, નવી દિલ્હી.

Share This: