એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આપી ગુડ ન્યૂઝ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બનશે પેરેન્ટસ

255
Virat Kohli and Anushka Sharma will be Parents-suratheadlines

મુંબઈ
કરીના કપૂરની ગુડ ન્યૂઝ પછી હવે એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ ગુડ ન્યૂઝ આપી છે. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડની જાણીતી એક્ટ્રેસ અનુષ્કા શર્મા પેરેન્ટસ બનવાના છે. આ ગુડ ન્યૂઝની જાહેરાત અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. અનુષ્કાએ ઇસ્ટાગ્રામની પોસ્ટમાં લખ્યું છે કે, અને પછી, અમે ત્રણ થઇ જશું! જાન્યુઆરી 2021માં આવી રહ્યું છે.

દંપતીના પ્રેગ્નન્સીના ગુડ ન્યૂઝ બાદ ચાહકો સોશિયલ મીડિયામાં ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ અને ક્રિકેટરોએ પણ આ કપલને શુભેચ્છાઓ પાઠવી છે. તાપસી પન્નુ, પૂજા હેગડે, પરિણીતી ચોપરા, આલિયા ભટ્ટ, કાજલ અગ્રવાલ, કિઆરા અડવાણી તેમજ ક્રિકેટરોમાં વરુણ ધવન, કે. એલ. રાહુલ, સહિત અનેકે અભિનંદન પાઠવ્યા છે.

હાલમાં જ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિક પેરેન્ટસ બન્યા છે. તેમણે 30 જુલાઈએ તેમના પહેલા દીકરા અગત્સ્યને આવકાર્યો છે. ઉપરાંત કરીના કપૂરનું બીજું બાળક માર્ચમાં મહિનામાં આવશે. હાલ વિરાટ અને હાર્દિક પંડ્યા IPL માટે દુબઇમાં છે.

વિરાટ અને અનુષ્કાએ 11 ડિસેમ્બર, 2017માં ઇટલીમાં મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કર્યાં હતા. આ લગ્નના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદી પણ હાજરી રહ્યા હતા. કપલે લોકડાઉનમાં સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.

Share This: